Thursday, Oct 23, 2025

વિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યાં પ્રેમાનંદ મહારાજની શરણમાં, જાણો વસ્તુ માગી ?

2 Min Read

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઘણી ધાર્મિક યાત્રાઓ કરી છે. બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાતથી લઇને બાબા નીમ કરૌલીના કૈચી ધામની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. અને હવે ફરી એકવાર આ સ્ટાર કપલ પ્રેમાનંદ મહારાજના દરબારમાં હાજરી લગાવી હતી.

વિરાટ કોહલી તેની પત્ની અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટે તેમને ઘૂંટણિયે પડીને પ્રણામ કર્યા હતા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત પ્રણામ કર્યા હતા. અનુષ્કાએ સંત પાસેથી આશીર્વાદ સ્વરૂપ પ્રેમ અને ભક્તિની માગ કરી છે.

આ સ્ટાર દંપતી પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યું ત્યારે સૌથી પહેલાં તેમણે દંડવત કરીને પ્રણામ કર્યા હતા. ત્યારબાદ મહારાજે બંનેના હાલ-ચાલની પૂછપરછ કરી હતી. એ સમયે અનુષ્કા મહારાજને કહે છે કે, આ પહેલાં અમે આવ્યાં ત્યારે મારા મનમાં કેટલાક પ્રશ્ન હતા. મારે એ પ્રશ્નો પૂછવા હતા, પરંતુ જે અન્ય લોકો બેઠા હતા તેમાંથી કોઈએ એ પ્રશ્ન પૂછી લીધા હતા. ત્યારબાદ મહારાજ એમ બોલતા સંભળાય છે કે, હું સાધના-ભક્તિ દ્વારા લોકોને પ્રસન્નતા આપું છું અને આ (વિરાટ તરફ ઈશારો કરીને) પોતાની રમત દ્વારા લોકોને પ્રસન્ન કરે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલા પણ વૃંદાવન ધામમાં પ્રેમાનંદ મહારાજાની શરણમાં પહોંચી ચૂક્યા છે. ત્યારે તેમની પુત્રી વામિકા પણ સાથે હતી. આ દરમિયાન પ્રેમાનંદ મહારાજે વિરાટ અને અનુષ્કાને રાધા રાનીના પ્રસાદ સ્વરૂપે માળા અને ચુંદરી પ્રદાન કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article