ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી હતી. જે બાદ આ મામલે વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી અને માંગ કરી હતી કે તેને સિલ્વર મેડલ આપવામાં આવે. જોકે, CASસે સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલ ફગાવી દીધી હતી.
વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં સિલ્વર મેડલ માટે કાનૂની લડાઈ લડી પરંતુ તેમાં તેને કોઈ સફળતા ન મળી.
બીજી તરફ વિનેશની વાપસીનો એક વધુ વિડીયો સામે આવ્યો છે. જે માટે ગાડીમાં બેઠેલી છે અને આ દરમિયાન પણ તે ખૂબ ભાવુક નજર આવી રહી છે. એરપોર્ટ પર વિનેશના સ્વાગત માટે ચાહકો અને મીડિયાનો જમાવડો લાગી ગયો હતો. બીજી તરફ ગાડીમાં બેસીને એરપોર્ટથી નીકળી તે દરમિયાન તેને અનેક ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતાં.
આપને જણાવી દઈએ કે, વિનેશ ફોગાટની વતન વાપસીને લઈને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટથી લઈને તેમના ગામ બલાલી સુધી સ્વાગતની જોરશોરથી તૈયારી કરવામાં આવી છે. ગ્રામજનો વિનેશ ફોગાટના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આ પણ વાંચો :-