વિક્કી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ છાવા બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. આ ફિલ્મે છેલ્લા છ દિવસમાં બમ્પર કમાણી કરી છે. ફિલ્મમાં વિક્કી કૌશલના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જાણો છઠ્ઠા દિવસે ફિલ્મ ‘છાવા’ એ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.
છાવા અત્યાર સુધી મળેલી માહિતી મુજબ છઠ્ઠા દિવસે 32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે છેલ્લા કેટલાક દિવસોનો પોતાનું કલેક્શન જાળવી રાખ્યું છે. દર્શકોને આ ફિલ્મમાં સતત રસ વધી રહ્યો છે.
છાવાની કુલ કમાણી વિશે વાત કરીએ તો, જે ટૂંક સમયમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 197.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ પણ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે. આ ફિલ્મ રવિવારે જ 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
ખૈર ફિલ્મે આટલી સારી કમાણી માત્ર ચાર દિવસમાં કરી નાખી હોવા છતાં સંભાજી રાજેને હુબહુ પડદા પર ઉતારનાર અભિનેતા વિકી કૌશલને આ કમાણી નાની લાગે છે. તેણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં થિયેટરમાં ફિલ્મ પૂરી થયા બાદ એક બાળક રડતી આંખે સંભાજી મહારાજ માટે લલકાર કરતો જોવા મળે છે. વિકીએ આ વીડિયો શેર કરી પોસ્ટ કરી છે કે આ જ અમારી સૌથી મોટી કમાણી છે. તેણે દર્શકોનો આભાર પણ માન્યો છે અને સંભાજી મહારાજના શૌર્યની આ વાત દેશના દરેક ખૂણા પહોંચે તેવી આશા વ્યક્ત કરી છે.