Monday, Dec 8, 2025

હૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ, બદમાશોએ દેવીની મૂર્તિ ખંડિત કરી

1 Min Read

હૈદરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં અજાણ્યા શખ્સોએ દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસર બેગમ બજારમાં પોલીસ કર્મીઓની એક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યુ છે. પોલીસે કેસની તપાસ કરી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તો બીજી તરફ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે દાંડિયા કાર્યક્રમ થયો ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર હતી. આ ઘટના કયા સમયે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. જો કે, પોલીસનું કહેવું છે કે અજાણ્યા લોકોએ હુંડી (દાન પેટી) બાજુ પર ખસેડી હતી, જેના કારણે દેવી દુર્ગાની મૂર્તિનો હાથ પડી ગયો હતો. પ્રદર્શન સોસાયટીના રહેવાસીઓ અને સ્ટાફ દર વર્ષે દેવી શરણ નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે દેવીની મૂર્તિ બનાવે છે.

પહેલા વીજળી કાપી, પછી સીસીટીવી તોડ્યા પોલીસ અને આયોજકોએ જણાવ્યું કે આરોપીઓએ પંડાલમાં પ્રવેશતા પહેલા વીજળી કાપી નાખી. આ પછી તેઓએ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. જેના કારણે હજુ સુધી ઘટનાના સમયના કોઈ ફૂટેજ સામે આવ્યા નથી. આરોપીઓએ બેરિકેડિંગ હટાવીને પૂજાની વસ્તુઓ ફેંકી દીધી હતી.

આ પણ વાંચો :-

Share This Article