ધોરણ 12 સાયન્સના એક વિદ્યાર્થીએ નિરાશાની અવસ્થામાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું. તેણે છેલ્લી ચિઠ્ઠી લખી હતી, જેમાં લખેલું હતું: “મમ્મી, પપ્પા સોરી, આઇ લવ યુ.” ઘરના બેડરૂમમાં થયેલા આ દુઃખદ ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં મૂકી દીધો છે.હરણી બીપીએસ સ્કૂલ રોડ પર સ્થિત સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા 17 વર્ષીય દેવ શૈલેષભાઇ પાટિલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે દેવ પાટિલે પોતાનું જીવન ટૂંકાવી લીધું. બનાવ અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પરિવારને સાંત્વના આપ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ દુઃખદ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરીક્ષાના દબાણને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની સંભાવના છે.
વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેની ગભરાટ અને નિરાશા સ્પષ્ટ દેખાઈ આવે છે. તેણે લખ્યું હતું,”ડિયર ફાધર, મધર એન્ડ બ્રધર .આઇ એમ સોરી, આઇ એમ ગોઇંગ અપ. પ્લીઝ ડોન્ટ થીંક અબાઉટ મી પાપા સોરી. આઇ ટ્રાઇડ માય બેસ્ટ સ્ટે અલાઇવ. પ્લીઝ ટેક કેર એવરીવન. મૈં ગયા ઇસ દુનિયા સે. યુ ગાય્ઝ ડિઝર્વ બેટર સન એન્ડ બ્રધર. આઇ વુડ કિલ માય સેલ્ફ. યુ મેક યોર લાઇવ્સ વે બેટર.
પ્લીઝ ફૂલ ફિલ માય લાસ્ટ વિશ. પ્લીઝ સ્ટે હેપ્પી મમ્મી,પાપા, ભાઇ. પ્લીઝ..પ્લીઝ… પ્લીઝ…પ્લીઝ…પ્લીઝ… સ્ટે હેપી એન્ડ ફરગેટ અબાઉટ મી. ધીસ વુડ રિયલી મેક મી હેપી. એન્ડ પ્લીઝ ટેક કેર અબાઉટ ઇચ અધર. આઇ હોપ યુ ફૂલ ફિલ માય ફાઇનલ વિશ. ધ્યાન રખના. આઇ લવ યુ.” આ અંતિમ શબ્દોએ પરિવારને ગમગીન કરી દીધો છે.