ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો. આ ઘટનામાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાંથી બેને બચાવ ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને ત્રણની શોધખોળ હજુ ચાલુ છે. અકસ્માતની માહિતી મળતાં જ તબીબી ટીમો, NDRF અને SDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
આ ઘટનાનું મુખ્ય કેન્દ્ર નંદપ્રયાગની નજીકના કુંતરી લગાફાલી વોર્ડમાં જોવા મળ્યું, જ્યાં ભારે વરસાદથી પર્વતોમાંથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહથી છ ઘરોને તબાહ થઈ ગયા. આમાં પાંચ વ્યક્તિઓ ગુમ થયા હોવાની જાણકારી છે, જ્યારે બેને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ત્યારબાદ ધુર્મા ગામ પણ આ આફતથી પ્રભાવિત થયું હતું. જ્યાં લગભગ પાંચ ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ બંને સ્થળોએ રાતના સમયે આવેલા આ પાણીના ભારે પ્રવાહએ લોકોના જીવનને જોખમમાં મુકી દીધા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન દળોએ તરત જ રાહત અને બચાવ કાર્ય આદર્યું હતું. જ્યારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળની એક ટુકડી ગોતરથી નંદપ્રયાગ તરફ રવાના થઈ છે. મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તબીબી ટીમ સાથે ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે, જેથી ઘાયલોને તાત્કાલિક મદદ મળી શકે. આ ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા અને ગુમ થયેલા લોકોની શોધ કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
મુખ્ય તબીબી અધિકારી (CMO) એ જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે ત્રણ 108 એમ્બ્યુલન્સ અને એક તબીબી ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. નંદનગરમાં વાદળ ફાટવાથી અચાનક કાટમાળને કારણે વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે. કાટમાળથી ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રાત્રે બનેલી આ ઘટનાથી લોકોને સ્વસ્થ થવાની તક મળી નથી. બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા માટે કામ કરી રહી છે.