HomeNationalઉત્તરપ્રદેશ: અલીગઢમાં ટેન્કર અને પોલીસ વાન વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત

ઉત્તરપ્રદેશ: અલીગઢમાં ટેન્કર અને પોલીસ વાન વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત

Date:

Related stories

કર્ણાટકમાં બોટ પલટી જતાં સુરતના દંપતીનાં કરુણ મોત, બે સંતાનોનો આબાદ બચાવ

કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન ભયાનક...

અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર અચાનક રોક, 9/11 હુમલા બાદ બીજી વખત લેવાયો મોટો નિર્ણય; હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા

વોશિંગ્ટનઃ અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની સંચાર વ્યવસ્થામાં ખામી સર્જાતા...

કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક અને મિનિબસ વચ્ચે જોરદાર ટક્કર, 23 લોકોનાં મોત

આસામ: આસામના કાઝીરંગા નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત...
spot_img

અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી. ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ચિકાવતી વળાંક પર આ પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી અને ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે.

માહિતી મળતાં જ અલીગઢ પોલીસ અધિકારીઓ ફોર્સ અને ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ઘાયલ કોન્સ્ટેબલને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કર્યો. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Subscribe

Latest stories