અમેરિકાની ફે઼ડરલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાનો અધિકાર સમાપ્ત કરવાના કાર્યકારી ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આવતા મહિના સુધીમાં, એવા લોકોને અમેરિકન નાગરિકતા ગુમાવવાનો ભય હતો જેમના માતાપિતા અમેરિકન ન હોવા છતાં જન્મથી અમેરિકન નાગરિકતા ધરાવે છે. જોકે, કોર્ટે સ્પષ્ટપણે ટ્રમ્પના આદેશને ‘ગેરબંધારણીય’ જાહેર કર્યો હતો.
જન્મજાત નાગરિકતા અંગે ટ્રમ્પના નિર્ણય સામે ડેમોક્રેટના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી બાદ, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કોફનરે ટ્રમ્પને આ આદેશ લાગુ કરવાથી રોક્યા. એક આદેશમાં, કોર્ટે ટ્રમ્પના આદેશ પર અસ્થાયી રૂપે સ્ટે મૂક્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ 20 ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. તેમના આદેશથી એવા લોકોને અસર થઇ હોત જેમની પાસે ‘ગેરકાયદેસર’ અમેરિકન નાગરિકતા હતી. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતી ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યો અને નાગરિક અધિકાર જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફેડરલ ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો હતો. સોમવારે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીઓને આદેશ આપ્યો હતો કે જે બાળકોના માતા કે પિતા અમેરિકન નાગરિક નથી તેમની નાગરિકતા સ્વીકારવામાં ન આવે.
અમેરિકાના વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન જેવા ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ કહ્યું કે ટ્રમ્પનો આદેશ યુએસ બંધારણના 14મા સુધારાના નાગરિકત્વ કલમમાં સમાવિષ્ટ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અમેરિકામાં જન્મેલી કોઈપણ વ્યક્તિ દેશની નાગરિક હોય તેવી જોગવાઈ છે. “આ મારા મનને ધ્રુજાવી દે છે. આ સ્પષ્ટપણે એક ગેરબંધારણીય આદેશ છે,” તેમણે કહ્યું.
આ પણ વાંચો :-