UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા શરૂ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આજથી સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પ્રિલિમ્સમાં સફળ થયેલા કુલ 14,161 ઉમેદવારો હવે મેઈન્સમાં બેસશે. આ પરીક્ષા 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી દેશભરના વિવિધ કેન્દ્રોમાં બે શિફ્ટમાં યોજાશે — પહેલી શિફ્ટ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2:30થી સાંજે 5:30 વાગ્યા સુધી રહેશે.
ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે એડમિટ કાર્ડ, ઓળખપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે રાખવો ફરજિયાત છે. સાથે જ ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર પહોંચે, એટલે કે નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા 1-2 કલાક પહેલા કેન્દ્ર પર હાજર રહે.ખાસ વાત એ છે કે, પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, કેમેરા, પુસ્તકો તેમજ કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ લાવવાની કડક મનાઈ છે