Sunday, Sep 14, 2025

લોકસભા ચૂંટણીને કારણે સ્થગિત થઇ UPSC પરીક્ષા, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪ને કારણે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસસની પ્રિલિમિનરી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.  લોકસભા ચૂંટણી ૨૦૨૪નું શેડ્યૂલ જાહેર થયા પછી, UPSC એ સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કમિશન (UPSC) એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર નોટિસ જારી કરી છે અને તેની માહિતી આપી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ મંગળવારે લોકસભા ચૂંટણીને કારણે ૨૬ મેથી ૧૬ જૂનના રોજ યોજાનારી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાને મુલતવી રાખી છે. ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા અને અન્ય અધિકારીઓ માટે અધિકારીઓની પસંદગી કરવા માટે UPSC દર વર્ષે ત્રણ તબક્કામાં પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ એમ સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪ દ્વારા કુલ ૧૦૫૬ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સિવિલ સર્વિસ પરીક્ષાના ત્રણ તબક્કા છે – પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ પરીક્ષામાં દરેક ૨૦૦ ગુણના બે પેપર છે – પેપર-૧ એટલે કે GS અને CSAT. GS પેપરમાં ૧૦૦ પ્રશ્નો અને CSATમાં ૮૦ પ્રશ્નો છે. દરેક પેપર બે કલાકનું છે. ખોટા જવાબો પર નેગેટિવ માર્કિંગ પણ છે. CSAT પાસ કરવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે. જ્યારે મેન્સ પરીક્ષા માટે શોર્ટલિસ્ટિંગ GS એટલે કે પેપર-૧માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવે છે.
Share This Article