Saturday, Sep 13, 2025

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત

1 Min Read

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેને બુધવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીની તબિયત બગડતાં મુખ્તારનો નાનો દીકરો ઓમર અંસારી બાંદા જવા રવાના થયો છે. આ સાથે મુખ્તારના મોટા પુત્ર અબ્બાસ અંસારીની પત્ની નિખાત પણ બાંદા જવા રવાના થઈ ગઈ છે.

અફઝલ અંસારી થોડા સમય પહેલા ગાઝીપુરથી બાંદા જવા રવાના થયા છે અને હાઈકોર્ટમાં મુખ્તાર અંસારીની રજૂઆત કરનારા વકીલ અજય શ્રીવાસ્તવ પણ બાંદા જવા રવાના થઈ ગયા હતા.

બાંદાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જેલ અધિકારીઓ કોઈની સાથે વાત કરતા નથી. તમામ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. પોલીસ બંદોબસ્તમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા જવા માટે નીકળી ગયો છે. તેમને વેન્ટિલેટર પર ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ધીરે ધીરે મુખ્તારના સમર્થકો અને પરિવારના સભ્યો પહોંચવા લાગ્યા. મુખ્તારનો ભાઈ અફઝલ અંસારી, પુત્ર ઉમર અંસારી બાંદા પહોંચ્યા, પરંતુ કોઈને પણ મુખ્તારને મળવા દેવાયા નહોતા.

Share This Article