રાહુલ ગાંધીએ સંસદમાં ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, PM મોદી એ શું કહ્યું?

Share this story

લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEET મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વૉકઆઉટ કર્યો હતો. ત્યારબાદ ફરી કાર્યવાહી બે વાગ્યેે શરૂ થઇ અને રાહુલ ગાંધીએ સત્તાપક્ષ ભાજપ, પીએમ મોદી સામે અનેક મુદ્દે આક્રમક પ્રહાર કર્યા હતા.

Rahul Gandhi7આ પહેલા વિપક્ષી પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ભગવાન શિવની તસવીર પ્રદર્શિત રોકવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને વારંવાર પૂછ્યું કે શું આ ગૃહમાં ભગવાન શિવની તસવીર બતાવવાની મનાઈ છે? શું આ ઘરમાં ભગવાન શિવનું ચિત્ર ન દેખાડી શકાય? રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં જોડાયા અને ભગવાન શિવની તસવીર બતાવીને પોતાની વાતની શરૂઆત કરી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ તેમને ગૃહના નિયમોનો ઉલ્લેખ કર્યો.

રાહુલ ગાંધીના નિવેદન વચ્ચે સત્તા પક્ષના સભ્યોએ હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. પીએમ મોદી પોતાની ચેર પર ઊભા થયા અને તેને ગંભીર વાત ગણાવતાં કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો ગંભીર વાત છે. તેની સામે રાહુલ ગાંધી બોલ્યાં કે પીએમ મોદી અને ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે વિપક્ષના નેતાએ જે કહ્યું કે છે તે બદલ માફી માગવી જોઈએ. આ ધર્મ વિશે કરોડો લોકો ગર્વથી હિન્દુ કહે છે. હું તેમને અપીલ કરીશ કે તે ઈસ્લામ ધર્મમાં અભય મુદ્રા વિશે તે ઈસ્લામિક વિદ્વાનોનો અભિપ્રાય લઇ લે.

સૂચના પુસ્તિકા બતાવતા અમિત શાહે કહ્યું કે કોઈપણ મંત્રી કે સભ્ય ભાષણ આપતી વખતે તથ્યપૂર્ણ બાબતો રાખે છે અને જો કોઈ સભ્ય તેને પડકારે છે તો આસન તેની ચકાસણી માટે સૂચના આપી શકે છે. વિપક્ષના નેતાએ અનેક તથ્યો રજૂ કર્યા જે સાચા નથી. ટ્રેઝરી બેન્ચે વાંધો ઉઠાવ્યો હતો. અમે તમને ડાયરેક્ટ વેરિફિકેશનની માંગ કરીએ છીએ, અમને સુરક્ષા મળે છે. તેના પર ઓમ બિરલાએ કહ્યું- વેરિફિકેશન કરીશું.

આ પણ વાંચો :-