Thursday, Oct 23, 2025

“અદાણી પોર્ટ્સના નેતૃત્વમાં મોટી બદલાવ લહેર – ગૌતમ અદાણીએ પદ છોડ્યું, હવે માત્ર માર્ગદર્શક ભૂમિકામાં,,,

2 Min Read

ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હવે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ જોડાયેલા રહેશે

અદાણી ગ્રુપની સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ 5 ઓગસ્ટે બોર્ડ મીટિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. કંપનીના સ્થાપક ગૌતમ અદાણીએ એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ કંપની સાથે જોડાયેલા રહેશે.

કંપનીના આ પગલાનું મુખ્ય ઉદ્દેશ ભવિષ્ય માટે મજબૂત નેતૃત્વ વિકસાવવાનું અને સંચાલનને વધુ વ્યાવસાયિક બનાવવાનું છે. હવે ગૌતમ અદાણી કંપનીના રોજિંદા કામગીરીના નિર્ણયો લેતા નહિ રહે, પરંતુ વ્યૂહાત્મક માર્ગદર્શન આપતા સલાહકાર તરીકે તેમની ભૂમિકા રહેશે.

કંપનીએ મનીષ કેજરીવાલને ત્રણ વર્ષ માટે નોન-એક્ઝિક્યુટિવ અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ખાનગી રોકાણ અને કોર્પોરેટ માળખાના વિસ્તૃત અનુભવ ધરાવે છે. આ નિયુક્તિ શેરધારકોની મંજૂરી બાદ અમલમાં આવશે.

અદાણી પોર્ટ્સએ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં 6.5%નો નફો નોંધાવ્યો છે, જે ₹3,311 કરોડ થયો છે. કંપનીની કુલ આવક ₹9,126 કરોડ રહી છે, જે અગાઉ કરતાં 31 ટકા વધારે છે. કાર્ગો વોલ્યુમમાં પણ 11%નો વધારો નોંધાયો છે.

અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર છે, જે દેશમાં 15 બંદરો તથા વિદેશમાં 4 બંદરોના સંચાલન સાથે કાર્યરત છે. 1998માં ગૌતમ અદાણીએ કંપનીની સ્થાપના કરી હતી. હાલ કરણ અદાણી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.

અચાનક લેવાયેલો દેખાતા આ નિર્ણય પાછળ ગૌતમ અદાણીની વ્યૂહાત્મક દૃષ્ટિ બતાવે છે – તેમનું ધ્યાન હવે સમગ્ર અદાણી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને પારદર્શક ગવર્નન્સ તરફ વધુ કેન્દ્રિત રહેશે.

Share This Article