ઉત્તરાખંડ સરકારે યૂસીસી લાગૂ કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. જે અંતર્ગત હાલમાં જ યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવા માટે તૈયાર કરવામાં આવેલી નિયમાવલીમાં આંશિક સંશોધન કર્યા બાદ સોમવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં તેના પર મહોર લગાવી દીધી છે. ત્યારે આવા સમયે હવે ઉત્તરાખંડ રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાનો મોર્ગ મોકળો થઈ ગયો છે. તેથી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર ઉત્તરાખંડ રાજ્યમાં યૂસીસી લાગૂ થઈ શકે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી ‘યુનિફોર્મ સિવિલ કોડ’ એટલે કે UCC લાગૂ કરવામાં આવશે. આ માટેની લગભગ બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જો આવું થશે, તો ઉત્તરાખંડ સ્વતંત્રતા બાદ ‘સમાન નાગરિક સંહિતા’ લાગૂ કરનાર રાજ્ય બની જશે.
વાસ્તવમાં, સમાન નાગરિક સંહિતા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા ક્ષેત્રોને આવરી લે છે. UCC એ બધા લોકો માટે સમાન કાયદો છે, પછી ભલે તેમનો ધર્મ, જાતિ કે સંપ્રદાય કોઈ પણ હોય. 2015માં સુપ્રીમ કોર્ટમાં UCCના અમલીકરણ માટે પહેલી વાર અરજી દાખલ કરનાર વકીલ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે તેમનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. UCCના અમલીકરણ સાથે કયા નિયમ કાયદા બદલાશે અને કોને કયા અધિકારો મળશે તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે.
રાજ્ય ચૂંટણી પંચ પાસેથી મંજૂરી મળ્યા બાદ ધામી મંત્રીમંડળની બેઠક, સોમવારે સચિવાલયમાં શરુ થઈ હતી. મંત્રીમંડળ તરફથી આ બેઠકમાં મહત્ત્વના બિંદુ યુનિફોર્મ સિવિલ કોડ નિયમાવલીને મંજૂરી આપી હતી. અડધા કલાક સુધી ચાલેલી આ બેઠક દરમ્યાન મંત્રી મંડળે યૂનિફોર્મ સિવિલ કોડની નિયમાવલીને મંજૂરી આપી હતી. ત્યારે હવે સંભાવના એવી છે કે ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીના રોજ યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરી દેશે.
આ પણ વાંચો :-