Sunday, Sep 14, 2025

રાજકોટ અને સુરતના બે TT ખેલાડી હરમીત દેસાઇ અને માનવ ઠક્કર લેશે ઓલિમ્પિકમાં ભાગ

2 Min Read

આગામી જુલાઈ-ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક યોજાઈ રહ્યું છે, જેમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુરુવારે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરૂષ ટીમની જાહેરાત કરી, જેમાં ગુજરાતના બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે કે જયારે ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ ઓલિમ્પિકની ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ છે. ત્યારે ગુજરાતના રમત જગતમાં પણ ઈતિહાસ રચાઈ ગયો છે. ઓલોમ્પિકમાં રમનાર ભારતીય ટીમમાં પહેલીવાર ગુજરાતના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ભારતને જીતાડ્યો હતો. સુરતમાં જન્મેલા હરમીતે માત્ર ૬ વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ. આ વર્ષે પેરિસ ઓલિમ્પિક કુલ ૧૭ દિવસ સુધી ચાલશે.પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૪ની શરુઆત ૨૬ જુલાઈથી થઈ રહી છે. જે ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાનીમાં આ ગેમ્સમાં અંદાજે ૧૦ હજાર ખેલાડીઓ ભાગ લેશે.

ભારતીય ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે તમામની નજર ભારતીય પુરુષ અને મહિલા ટીમો પર છે.ટીમ આ પ્રકાર છે પુરૂષ: શરત કમલ, હરમીત દેસાઈ, માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડી: જી સાથિયાન,મહિલા: મનિકા બત્રા, શ્રીજા અકુલ, અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડી: અહિકામુખરજી

ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને તાજેતરના વર્લ્ડ રેન્કિંગના આધારે ટીમની પસંદગી કરી છે. ૪ વર્ષના સાથિયાન કારકિર્દીમાં પાંચમી અને આખરી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાનો છે. ટીમ ઈવેન્ટની સાથે સાથે શરથ કમલ અને હરમીત દેસાઈ મેન્સ સિંગલ્સમાં પણ ઉતરશે. જ્યારે મનિકા બત્રા અને શ્રીજા મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે.

આ પણ વાંચો :-

Share This Article