Saturday, Sep 13, 2025

સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક 8 પર પહોંચ્યો

2 Min Read

સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત થયા હતા. સંતોષ ટેક્સટાઈલ મિલમાં દુર્ઘટનામાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો હતો. સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્ત વધુ બે કામદારના મોત થયા હતા. ડ્રમ વોશર દુર્ઘટનામાં બે કામદાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ડ્રમ વિભાગના ડ્રમ નં 6 અને 10ના ઓપરેટર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

અનમોલ શાહુ અને ઓપરેટર અલ્પેશ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. બંનેએ પોતાની ફરજમાં બેદરકારી રાખ્યાનો તપાસમાં ખુલાસો થયો હતો. બંને કર્મીઓની બેદરકારીના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકના પરિવારને મિલના માલિક 15 લાખની આર્થિક સહાય આપશે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલ વધુ બેના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. બે દિવસમાં ચારના મોતથી આ ઘટનામાં મૃત્યુ આંક 8 પર પહોંચ્યો છે. મૃતકના પરિવારને મિલના માલિક 15 લાખની આર્થિક સહાય આપશે. હાલ પણ સુરતની ખાનગી હોસ્પિટલમાં બે દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત 1 સપ્ટેમ્બરના રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં દાઝી ગયેલા 11 વ્યક્તિઓને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Share This Article