Sunday, Sep 14, 2025

EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટના બે મોટો ચુકાદો, તમામ અરજીઓ ફગાવી

2 Min Read

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં વોટર-વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ વડે ક્રોસ વેરિફિકેશનની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે આને લગતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પ્રકાશિત યાદી અનુસાર જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો છે.

In VVPAT Case, Supreme Court's 2 Big Directions On EVMs, Symbol Unitsચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવો જોઈએ.” બેન્ચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગઈ સુનાવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીનથી થશે. EVM-VVPATનો ૧૦૦ ટકા મેચિંગ કરવામાં નહીં આવે. ૪૫ દિવસ સુધી વીવીપેટની ચિઠ્ઠી સુરક્ષિત રહેશે. આ ચિઠ્ઠી ઉમેદવારોના હસ્તાક્ષરની સાથે સુરક્ષિત રહેશે. કોર્ટે આદેશ આપ્યો છે કે ચૂંટણી બાદ સિંબલ લોડિંગ યુનિટોને સીલકરી સુરક્ષિત કરી દેવામાં આવશે. એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઉમેદવારોની પાસે પરીણામની જાહેરાત બાદ ટેક્નિકલ ટીમ દ્વારા EVMના માઈક્રો કંટ્રોલર પ્રોગ્રામની તપાસ કરવાનો વિકલ્પ હશે. જેને ચૂંટણી જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે.

કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ચૂંટણી બાદ સિમ્બોલ લોડિંગ યુનિટને પણ સીલ કરીને સુરક્ષિત કરવામાં આવે. તે પણ નિર્દેશ આપવામાં આવ્યો કે ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત પછી ટેકનિકલ ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે જે ચૂંટણીની જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાય છે.

આ પણ વાંચો :-

Share This Article