કચ્છની પાકિસ્તાન સરહદેથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કચ્છની પાકિસ્તાન સરહદે બે જવાનના ડિહાઇડ્રેશનથી મૃત્યુ થયા છે. કચ્છના લખપતની અટપટી ક્રિક વિસ્તારમાં 2 BSF જવાન શહીદ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ પેટ્રોલિંગ દરમિયાન 6 જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી. જે બાદમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન BSFના અધિકારી અને એક જવાનનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઇ BSF દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ. આ તરફ ઘટના બાદ બન્ને શહીદ જવાનના દેહ ભુજ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
ભુજમાં 19 જુલાઈ 2024ની મોડી સાંજે BSFના 02 જવાનોના મોત થયા છે. વિગતો મુજબ વિશ્વ દેવ સહાયક કમાન્ડન્ટ એચસી દયાલ રામ સહિતની તેમની ટીમ સાથે હરામી નાળાની ઉત્તરે આંતરરાષ્ટ્રીય સરહદો સાથે દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં લાંબા અંતરની સરહદ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ વિસ્તારો તેના ખતરનાક ભૂપ્રદેશ માટે જાણીતા છે. આ દરમિયાન જવાનોને હવામાન પરિસ્થિતિઓ અને તબીબી સમસ્યાનો સામનો કરવો પડ્યો. જેને લઈ 6 જવાનોને તાત્કાલિક નજીકની તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર તબિયતને કારણે 2 જવાનોએ દમ તોડી દીધો હતો.
નોંધનિય છે કે, જવાનોને વ્યાપક તાલીમ અને અનુભવ હોવા છતાં પરિસ્થિતિની ગંભીરતા જબરજસ્ત સાબિત થઈ. આ BSF જવાનોએ બહાદુરી અને સમર્પણના ઉચ્ચતમ ધોરણોનું ઉદાહરણ આપ્યું હતું. આ તરફ ઘટના બાદ બન્ને શહીદ જવાનના દેહ ભુજ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. આ સાથે સમગ્ર ઘટનાને લઇ BSF દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો :-