દેશમાં સંસદ ભવન હુમલામાં ઘાયલ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ બંને સાંસદોને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદોએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો. જેના કારણે તેઓ પડી ગયા હતા અને ઈજાઓ પહોંચી હતી.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર સારંગી હૃદયની બીમારીથી પીડિત છે અને તેને સ્ટેન્ટ લગાવવામાં આવ્યું છે. આરએમએલ હોસ્પિટલના એમએસ ડૉ. શુક્લાએ અગાઉ કહ્યું હતું કે એમઆરઆઈ અને સીટી સ્કેનમાં ગંભીર ઈજાઓ જોવા મળી નથી. ડૉ. શુક્લાના જણાવ્યા અનુસાર, જ્યારે સારંગીને લાવવામાં આવ્યા ત્યારે તેમના કપાળમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું.
ડૉ. શુક્લાએ કહ્યું, “તેમના કપાળ પર ઊંડો ઘા હતો અને અમારે ટાંકા લેવા પડ્યા હતા.” તેમણે કહ્યું હતું કે, “રાજપૂતને પણ માથામાં ઈજા થઈ હતી, જે પછી તે બેભાન થઈ ગયા હતા. જોકે, સાંસદને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં હતા. તેમનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું હતું.
આ કેસમાં પીડિત સાંસદોના નિવેદનો રેકોર્ડ કર્યા પછી દિલ્હી પોલીસ સ્પીકર પાસેથી સ્થળ પર જઈને સીન રીક્રિએટ કરવાની પરવાનગી લેશે. જો પોલીસની મંજુરી મળશે આ સીન રીક્રિએટ કરશે. આ તમામ પ્રક્રિયા બાદ જો પુરાવા મળશે તો રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવશે.રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆરની તપાસ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ બેઠક બાદ આ અંગે નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો :-