દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ૧૦ મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે, ત્યારબાદ કેજરીવાલને ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે. દિલ્હીના સીએમ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. હાલ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સમર્થકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ૫૦ દિવસ પછી તમારી વચ્ચે આવીને સારું લાગી રહ્યું છે. અમે આજે હનુમાનજીના આશીર્વાદ લીધા. ત્યારબાદ શિવ મંદિર અને શનિ મંદિર ગયા. બજરંગ બલીની અમારા પક્ષ પર ઘણી કૃપા છે. તેમના કારણે જ હું તમારી વચ્ચે છું. કોઈને આશા ન હતી કે ચૂંટણીની વચ્ચે હું તમારી વચ્ચે આવીશ. તેમણે કહ્યું કે વડાપ્રધાને અમારી આમ આદમી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. એક વર્ષમાં અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલ મોકલી દીધા. જે લોકો મોદીજીને મળવા જાય છે. તે અમને પણ બધું કહે છે.
દિલ્હીના સીએમ કેજરીવાલે ભાજપને પૂછ્યું કે તમારા વડાપ્રધાન કોણ હશે? તમે વિચારતા હશો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, પરંતુ ના, આવતા વર્ષે મોદી ૭૫ વર્ષના થઈ રહ્યા છે. અને વડાપ્રધાન મોદીએ ખુદ ભાજપની અંદર એક નિયમ બનાવ્યો હતો કે ૭૫ વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ જશે. પહેલા લાલકૃષ્ણ અડવાણી અને પછી મુરલી મનોહર જોશી નિવૃત્ત થયા. કેજરીવાલે કહ્યું કે આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બને છે તો ગૃહમંત્રી અમિત શાહ દેશના વડાપ્રધાન બની શકે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.
આ પણ વાંચો :-