રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે 1 ઓક્ટોબરથી તમામ વિદેશી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે. વધુમાં કિચન કેબિનેટ અને ભારે ટ્રકો પર પણ ભારે ડ્યુટી લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિર્ણયની વિગતવાર માહિતી આપી છે.
તેમણે જણાવ્યું છે કે આ વર્ષની 1 ઓક્ટોબરથી અમે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સિવાય, તમામ બ્રાન્ડેડ અથવા વિદેશી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે.
વધુમાં, ટ્રમ્પના મતે, બાથરૂમ વેનિટી પર 50% ટેરિફ અને અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% ટેરિફ લાદવામાં આવશે. 1 ઓક્ટોબરથી હેવી-ડ્યુટી ટ્રકો પર પણ ટેરિફ લાદવામાં આવશે, જે સ્થાનિક વ્યવસાયોને બાહ્ય સ્પર્ધાથી બચાવશે.
હાલ ભારતીય દવા પર કેટલો ટેક્સ?
હાલ અમેરિકાથી ભારત આવતી દવાઓ પર 10.91 ટકા ટેક્સ લાગે છે. જ્યારે અમેરિકા ભારતીય દવાઓ પર કોઈ ટેક્સ લગાવતું નથી. જોકે બીજી એપ્રિલ, 2025ના ટેરિફ જાહેરાત વખતે ટ્રમ્પે ફાર્મા સેક્ટરને બહાર રાખ્યું હતું, પરંતુ હવે 100 ટકા ટેરિફ જાહેર કરવામાં આવ્યો છે.
મેડ ઇન અમેરિકા પર ઝીરો ટેરિફ
ટ્રમ્પે લખ્યું છે કે જો કંપનીઓ અમેરિકામાં દવાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી ન રહી હોય. તેમણે છૂટની કડક શરતો પણ સ્પષ્ટ કરી હતી “કન્સ્ટ્રક્શન અન્ડર પ્રોસેસ” એટલે કે નિર્માણ કાર્ય શરૂ થવું અથવા ચાલુ હોવું એટલે કે જો પ્લાન્ટનું નિર્માણ શરૂ થઈ ગયું છે તો આ દવાઓ પર કોઈ ટેરિફ લાગશે નહીં.