ચોંકાવનારો કિસ્સો! કામના બોજથી પરેશાન રોબોટે કરી ‘આત્મહત્યા’

Share this story

વિશ્વભરમાંથી આત્મહત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ટેક્નોલોજીના યુગમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તમામ દેશો પોતાની રીતે આ સમસ્યાનો સામનો કરવા માટે કાઉન્સેલિંગ કરી રહ્યા છે. તેમને દવાઓ દ્વારા સારવાર પણ આપવામાં આવી રહી છે પરંતુ હવે આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે જેને બધાને ચોંકાવી દીધા છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવે છે.

સ્પેનમાં કોરોનાના દર્દીઓને પરિવાર સાથે સંવાદ સાધી આપતો નવો રોબોટ વિકસાવવામાં આવ્યો | New telepresence robot helps Covid patients communicate with family in Spain

આ મામલો સાઉથ કોરિયાથી સામે આવ્યો છે. અહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક રોબોટે આત્મહત્યા કરી લીધી છે. મધ્ય દક્ષિણ કોરિયામાં એક નગરપાલિકાએ જાહેરાત કરી છે કે તે એક એવા કેસની તપાસ કરશે જેમાં એક રોબોટે પોતાને સીડીથી નીચે ફેંકી દીધો. નગર નિગમના કામોમાં મદદ કરતો રોબોટ સેન્ટ્રલ સાઉથ કોરિયામાં એક રોબોટ નગર નિગમના કામોમાં સહાય કરી રહ્યો હતો. આ રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના નિવાસીઓને વહીવટીકામોમાં મદદ કરી રહ્યો હતો. જો કે ગયા અઠવાડિયે તે સીડીની નીચે નિષ્ક્રિય અવસ્થામાં જોવા મળ્યો.

અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘રોબોટના ભાગોને એકત્ર કરવામાં આવ્યા છે અને તેને ડિઝાઇન કરનાર કંપની તેનું વિશ્લેષણ કરશે.’ અન્ય એક અધિકારીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘તે સત્તાવાર રીતે શહેરની મ્યુનિસિપાલિટીનો હિસ્સો હતો અને તે અમારામાંથી જ એક હતો.’ કેલિફોર્નિયામાં બેર રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલ આ રોબોટ સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી કામ કરતો હતો અને તેનું પોતાનું પબ્લિક સર્વિસ કાર્ડ પણ હતું. એક માળ સુધી મર્યાદિત અન્ય રોબોટ્સથી વિપરીત, તે એલિવેટરને કૉલ કરી શકે છે અને ફ્લોર ઉપર અને નીચે જઈ શકે છે.

આ પણ વાંચો :-