Saturday, Sep 13, 2025

Trending News : સોશિયલ મીડિયા પર છવાયું ડિવોર્સ ફોટોશૂટ, ગણાવી 90 પ્રોબ્લમ

3 Min Read

Trending News

  • Divorce Photoshoot : જીવનની દરેક ક્ષણને ખુશી સાથે જીવવી જોઇએ બિલકુલ લાલ ગાઉન પહેરેલી મહિલાની માફક. લાલ ગાઉન પહેરેલી આ મહિલાએ તાજેતરમાં જ છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ (Pre-wedding shoot), વેડિંગ શૂટને લઈને આજના યુવાનોમાં ઘણો ક્રેઝ છે. પરંતુ આ ફોટોશૂટમાં તાજેતરમાં જ અચાનક ડિવોર્સ ફોટોશૂટે (Divorce photo shoot) પોતાની જગ્યા બનાવી લીધી છે. કારણ કે આજના યુવાનો દરેક દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે તે તેમની એક મહિનાની વર્ષગાંઠ હોય કે 6 મહિનાની સગાઈની વર્ષગાંઠ હોય.

આ સાથે હવે યુવા જીવનની દરેક ખુશી અને ખરાબ ક્ષણોને કેજ્યુઅલી રીતે લેવા માંગે છે. કારણ કે તે માને છે કે જીવન અનપ્રીડિક્ટેબલ હોય છે. કોઈને ખબર નથી કે તેણે તમારા માટે નસીબના સીલબંધ પરબિડીયુંમાં શું છુપાયેલું છે તે કોઇ જાણતું નથી. એટલા માટે તે જીંદગીના દરેક પળને ખુશીથી જીવવા માંગે છે બિલકુલ રેડ ગાઉન પહેરેલી મહિલાની માફક.

લાલ ગાઉન પહેરેલી આ મહિલાએ તાજેતરમાં જ છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. અને તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફોટોશૂટની લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. કારણ કે આ શૂટમાં લોરેને પોતાના લગ્ન જીવનના દરેક ઉતાર-ચઢાવને ફોટોગ્રાફ્સ દ્વારા જણાવ્યા છે. આ મહિલા પહેલા પોઝમાં તેના પતિ સાથે તેની તસવીર ખુશીથી ફાડતી જોવા મળે છે.

તો બીજી તરફ તસવીરમાં તે હાથમાં વાઇનની બોટલ પકડીને તેના પતિથી છૂટાછેડા લીધાની ખુશી મનાવી રહી છે. આ સાથે તેના બીજા હાથમાં એક પોસ્ટર પણ છે. જેમાં અંગ્રેજીમાં લખેલું છે કે મને 99 પ્રોબ્લેમ છે, પરંતુ મારો પતિ નથી.

ત્રીજા ફોટામાં લોરેન નિર્દયતાથી તેના લગ્નના ફોટાને તેના પગથી કચડી રહી છે. જો કે આ મહિલા કોણ છે અને તે ક્યાં રહે છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ છૂટાછેડાના ફોટોશૂટમાં તે ચોક્કસપણે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

આ પણ વાંચો :-

Share This Article