અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેયાપોલિસ શહેરમાં આવેલી એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગની એક દુ:ખદ ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે અહેવાલો સામે આવ્યા છે કે, હુમલાખોર રોબિન વેસ્ટમેન ભારતનો દુશ્મન હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ભારત પર બોમ્બ ફેંકવાનો મેસેજ પણ જોવા મળ્યો હતો.
અમેરિકામાં ટ્રાન્સજેન્ડરનું અંધાધૂંધ ફાયરિંગ Robin W નામની યુટ્યુબ ચેનલ પર કેટલાક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં પ્લેટફોર્મ દ્વારા જ આ ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. યુટ્યુબ ચેનલ પર 10 મિનિટ લાંબા વીડિયો હથિયારો અને ગોળીઓથી ભરેલા મેગેઝિન જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેના પર મેસેજ પણ લખેલા હતા, જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ છે. બંદૂકો પર મેસેજ લખેલા હતા કે, ‘ટ્રમ્પને મારી નાખો, ઈઝરાયલને ખતમ કરી દેવું જોઈએ, ભારત પર પરમાણુ બોમ્બ ફેંકો.
‘ડોનાલ્ડ ટ્રમ્પે દુ:ખદ વ્યકિત કર્યોઆ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં લખ્યું કે, ‘મિનેસોટાના મિનેયાપોલિસમાં થયેલા દુ:ખદ ફાયરિંગ વિશે મને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
FBIએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસ આ ભયંકર પરિસ્થિતિ પર નજર રાખશે. શંકાસ્પદ વ્યક્તિને પકડવા શોધખોળ શરૂઆ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં નિયમિત વર્ગો ચાલી રહ્યા હતા. ફાયરિંગના અવાજો સંભળાતા જ શાળાને તાત્કાલિક તાળાબંધી કરી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે વાલીઓને જાણ કરી હતી.