પાકિસ્તાનમાં આતંકીઓએ સંપૂર્ણ ટ્રેનનું હાઇજેક કરી લીધું છે. બલૂચ લિબરેશન આર્મીનો દાવો છે કે તેણે બોલન વિસ્તારમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 400થી વધુ લોકોને બંદી બનાવી લીધા છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ સૈન્ય અભિયાન ચલાવવામાં આવશે તો તેઓ બધાને મારી નાંખશે. અત્યાર સુધીમાં છ સૈન્યકર્મીઓના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં કુલ 120 મુસાફરો સવાર હતા.
બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે બધા રજા પર પંજાબ જઈ રહ્યા હતા. બીએલએએ ચેતવણી આપી છે કે જો ટ્રેનમાં હાજર સૈનિકો કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.