Monday, Nov 3, 2025

સિક્કીમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ અટવાયા

1 Min Read

સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા છે. જેમાં ગુજરાતના લગભગ ૩૦ જેટલા પ્રવાસીનો સમાવેશ થાય છે. આ અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.

6 dead, many missing in landslides in Sikkim | સિક્કિમમાં ભૂસ્ખલનથી 6નાં મોત, અનેક ગુમ: પ્રવાસન સ્થળોએ 2 હજારથી વધુ લોકો ફસાયા; 12 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ | Divya ...રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલ હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી પરંતુ ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો અત્રેને પ્રાપ્ત થયેલ છે.

લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે તથા પાયાની તમામ જરૂરીયાત મળી રહે છે. હાલમાં પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો :-

Share This Article