Sunday, Sep 14, 2025

આજે શેરબજારમાં મોટો કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

2 Min Read

શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે બની રહ્યો છે. ભારે વેચવાલીથી સેન્સેક્સમાં 1200 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો છે. સાર્વત્રિક વેચવાલીના દબાણથી બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 800 પોઇન્ટ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 550 પોઇન્ટ, સ્મોલકેપ ઈન્ડેક્સ 750 અને મિડકેપ ઈન્ડેક્સ 600 પોઇન્ટ તૂટ્યા હતા.

શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક સેન્સેક્સમાં 1200 પોઇન્ટ થી મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 81289 સામે નીચા ગેપમાં આજે 81212 ખુલ્યો હતો. શરૂઆથી બેન્કિંગ, મેટલ, આઈટી શેરમાં વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ ગગડીને 80082 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જે પાછલા બંધ લેવલથી આજે 1207 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે કડાકો દેખાડે છે. આમ સેન્સેક્સ માટે 80000 મુખ્ય સપોર્ટ લેવલ છે. જો 80000 લેવલ નીચે જાય તો શેરબજારમાં મોટી મંદી આવવાના એંધાણ છે.

સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર આજે સૌથી વધુ 0.73 ટકાના વધારા સાથે ખૂલ્યા હતા. આ સિવાય ભારતી એરટેલના શેરમાં 0.48 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.47 ટકા, ટાટા મોટર્સના શેરમાં 0.18 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.18 ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં 0.14 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.12 ટકાનો વધારો થયો છે. ફાર્મા 0.07 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.03 ટકા. એનટીપીસીના શેર આજે કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article