Tuesday, Dec 9, 2025

ચોથા તબક્કામાં આજે ૧૦ રાજ્યોમાં કુલ ૯૬ બેઠકો પર થશે મતદાન

2 Min Read

લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં આજે સોમવારે ૧૩મે ના રોજ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ લોકસભા સીટો પર મતદાન શરું થઈ ગયું છે. આંધ્ર પ્રદેશની તમામ ૨૫ લોકસભા સાથે ૧૭૫ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલું છે. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે.

લોકસભા ચૂંટણી 2024: ચોથા તબક્કામાં આજે કુલ 96 બેઠકો પર થશે મતદાન, ક્યા નેતાઓનું ભવિષ્ય દાવ પર? - BBC News ગુજરાતીઆ તબક્કા દરમિયાન ૧ લાખ ૯૨ હજાર મતદાન મથકો પર ૧૭.૭ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને ૧૭૧૭ ઉમેદવારોમાંથી તેમની પસંદગીના પ્રતિનિધિની પસંદગી કરશે. આ કામ માટે ૧૯ લાખ મતદાન કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. કુલ મતદારોમાંથી ૮.૯૭ કરોડ પુરુષ અને ૮.૭૩ કરોડ મહિલા મતદારો છે. કુલ ૧૭.૭ કરોડ મતદારોમાંથી ૧૨.૪૯ લાખ ૮૫ વર્ષથી વધુ ઉંમરના છે. ચૂંટણી પર નજર રાખવા માટે ૩૬૪ નિરીક્ષકો અને ૪૬૬૧ ફ્લાઈંગ સ્ક્વોડ છે. આ સિવાય ૪૪૩૯ સ્ટેટિક સર્વેલન્સ ટીમો પણ મતવિસ્તારમાં રહેશે. દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ મતવિસ્તારોમાં ૧૦૧૬ આંતર-રાજ્ય સરહદ અને ૧૨૧ આંતર-રાષ્ટ્રીય સરહદી ચેકપોસ્ટ છે.

પીએમ મોદીએ લોકોને અપીલ કરતા પોસ્ટમાં લખ્યું છે કે, મને ખાતરી છે કે લોકો આ મતવિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન કરશે અને યુવા મતદારો તેમજ મહિલા મતદારો વધુ મતદાન કરવામાં આગળ આવશે. ચાલો આપણે સૌ આપણી ફરજ બજાવીએ અને આપણી લોકશાહીને મજબૂત કરીએ.

હૈદરાબાદ હંમેશા સૌથી સીટ લોકસભા બેઠક રહી છે. એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસી અહીંથી ચૂંટણી મેદાનમાં છે, જે લાંબા સમયથી ચૂંટણી જીતી રહ્યા છે. ભાજપે આ વખતે માધવી લતાને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે મોહમ્મદ વલીઉલ્લાહ સમીર, બસપાના કેએસ કૃષ્ણા અને ભારત રાષ્ટ્ર સમિતિના શ્રીનિવાસ યાદવ ગદ્દમને મેદાનમાં ઉતાર્યા છે.

બિહારના મુંગેરમાં મતદાન પહેલા જ પ્રિસાઇડિંગ ઓફિસરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંગેરના બૂથ નંબર ૨૧૦ ના પ્રિસાઇડિંગ ઓફિસર ઓમકાર ચૌધરીનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ મુંગેર લોકસભા ચૂંટણીને લઈને ચકાસીમ ઈબ્રાહિમ શંકરપુર મિડલ સ્કૂલમાં પ્રિસાઇડિંગ ઓફિસર ફરજ પર હતા.

આ પણ વાંચો :-

Share This Article