ઝારખંડની 81 વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ તમામ 43 સીટો પર એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર છે. જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન છે. આ વખતે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો ઉપરાંત દેશના 10 રાજ્યોની 32 બેઠકો પર પેટાચૂંટણીમાં પણ મતદાન થવાનું છે. 32 બેઠકોમાંથી એક લોકસભા અને 31 વિધાનસભા બેઠકો છે. કેરળની વાયનાડ લોકસભા બેઠક ઉપરાંત, તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની વિધાનસભા બેઠકો પણ છે.
ભાજપના ઉમેદવાર ગીતા કોડાએ જગન્નાથપુર વિધાનસભા બેઠક પરથી મતદાન કર્યું હતું. તેમણે કહ્યું, અમે મતદાન કર્યું છે. લોકોએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેએમએમ-કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા ખોટા વચનોનો હિસાબ જનતા લેશે. અહીંની ખાણો બંધ છે, જેના કારણે અહીં બેરોજગારી અને સ્થળાંતરની સમસ્યા છે, અમારી સરકાર બન્યા બાદ અમે આ ખાણોને ખોલવાનો પ્રયાસ કરીશું.
વડાપ્રધાને ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું, “આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ છે. હું તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે, હું મારા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે! યાદ રાખો – પહેલા મતદાન, પછી જલપાન!”
આ પણ વાંચો :-