Thursday, Oct 23, 2025

પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન હવાઈ ફાયરિંગ, ત્રણ લોકોના મોત

3 Min Read

પાકિસ્તાનના કરાચીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હવાઈ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ પુરુષ અને આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. શહેરના વિવિધ ભાગોમાં ઉજવણી દરમિયાન થયેલા ગોળીબારને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે ઉજવણી સુરક્ષિત રીતે કરવા અપીલ કરી છે. આ ઘટનાઓ લિયાકતાબાદ, બલદિયા, કોરંગી, કેમારી, લ્યારી, અખ્તર કોલોની, મહમૂદાબાદ, જેક્સન, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોમાં બની હતી.

પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ ૧૪ ઑગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ કરાચીમાં આ ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. હકીકતમાં, બેકાબૂ હવાઈ ગોળીબારમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. મૃત્યુ પામેલા લોકોમાં એક વૃદ્ધ પુરુષ અને આઠ વર્ષની એક માસૂમ છોકરીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ગોળીઓથી 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટનાઓ શહેરના વિવિધ ભાગોમાં બની હતી, જ્યાં લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા.

ભીષણ ગોળીબારમાં અનેક લોકોના જીવ ગયા

ઘડિયાળમાં રાતના બાર વાગ્યાની સાથે જ પાકિસ્તાનના કરાચીનું આકાશ ફટાકડા અને ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યું. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં અંધાધૂંધ ગોળીબાર થયો, જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા.

પોલીસે લોકોને સલામત રીતે ઉજવણી કરવાની અપીલ કરી છે. કરાચીના અઝીઝાબાદ બ્લોક-8માં આઠ વર્ષની બાળકીને અચાનક ગોળી વાગી હતી. ત્યારબાદ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેને હૉસ્પિટલ લઈ જવાની કોઈ તક મળી ન હતી. બીજી તરફ, કોરંગીમાં, સ્ટીફન નામના વ્યક્તિનું રસ્તા પર ગોળી વાગવાથી મોત થયું હતું. હવાઈ ફાયરિંગને કારણે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું.

અનેક શહેરોમાં ઘટના

ઓઅહેવાલો અનુસાર, ગોળીબારથી 64 લોકો ઘાયલ થયા હતા અને તેમને શહેરની વિવિધ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાઓ લિયાકતાબાદ, બલદિયા, કોરંગી, કેમારી, લ્યારી, અખ્તર કોલોની, મહમૂદાબાદ, જેક્સન, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોમાં બની હતી.

તાજેતરમાં, પાકિસ્તાન અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં એવી જાહેરાત કરી હતી કે બન્ને દેશો આતંકવાદી સંગઠનો સામેની લડાઈમાં સહયોગને વધુ ગાઢ બનાવશે. આ નિવેદનમાં અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈ માટે અને શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. અમેરિકા દ્વારા પાકિસ્તાનસ્થિત BLAને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યાના એક દિવસ પછી મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી દ્વિપક્ષીય આતંકવાદવિરોધી વાટાઘાટો દરમ્યાન આ કરાર થયો હતો. આ કરારમાં કહેવાયું છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), ઇસ્લામિક સ્ટેટ ખોરાસન અને તાલિબાન સહિતનાં મુખ્ય આતંકવાદી સંગઠનો સામે લડવા માટે પાકિસ્તાન અને અમેરિકા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયાં છે.

Share This Article