જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
ગઇકાલે હુમલા બાદ સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળઠિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઇ હતી. જે બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા.
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ ગઇકાલથી ગુમ હતાં. જેમાં કાજલબેન સહીસલામત મળી આવ્યાં છે. જોકે, દુર્ભાગ્યવશ યતીશભાઇ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે.
ભાવનગરના 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્યારે એમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી મુજબ ભાવગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેશભાઈ કળઠીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકો પણ સંપર્કવિહોણા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. યતીનભાઇ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. યતિષભાઈ પરમાર અને તેમના દિકરા સ્મિત પરમાર અને તેમના માતા કાજલબેન પરમાર શ્રીનગર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા. પરિવારમાં માત્ર કાજલબેન પરમારનો સંપર્ક થઈ શક્યો છે જેમની સાથે ભાવનગરના પરિવારે વાતચીત કરી હતી.
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઇ ડાભીના દીકરા અશ્વિન ડાભીએ જણાવ્યું હતું કે, 16 તારીખે મારા પપ્પા અહીંયાથી 15 દિવસના ટુર માટે ગયા હતા, જમ્મુ અને કાશ્મીર અને ત્યાં મોરારીબાપુની કથા સાંભળવાની હતી. ત્યાર પછી વૈષ્ણોદેવી દર્શન માટે જવાના હતા. બાદમાં 30 એપ્રિલે ભાવનગર પરત આવવાના હતા. તેઓ પહલગામના આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની સ્થિતિ સારી છે. મારી મમ્મી સાથે વાત થઇ છે.
ભાવનગર ગ્રુપના 20 સભ્યોનું લિસ્ટ
- યતિષભાઈ સુધીરભાઈ પરમાર (મૃતક)
- સ્મિત યતિષભાઈ પરમાર (મૃતક)
- વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી (સારવાર હેઠળ)
- કાજલબેન યતિષભાઈ પરમાર
- લીલાબેન વિનુભાઈ ડાભી
- ધીરુભાઈ ડાયાભાઇ બારડ
- મંજુલાબેન ધીરુભાઈ બારડ
- મહાસુખભાઈ રાઠોડ
- પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ
- હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા
- ખુશી હરેશભાઈ વાઘેલા
- અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા
- મંજુબેન હરજીભાઈ નાથાણી
- સાર્થક મનોજભાઈ નાથાણી
- હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી
- હર્ષદભાઈ ભગવાનભાઈ નાથણી
- ચંદુભાઈ જેરામભાઈ બારડ
- ચંદુભાઈ તુલસીભાઈ બારડ
- ગીતાબેન ચંદુભાઈ બારડ