BHUમાં વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ

Share this story

વારાણસીના કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયની એક વિદ્યાર્થીનો કથિત રીતે સામૂહિક બળાત્કાર કરનારા કૃણાલ પાંડે, સક્ષમ પટેલ અને અભઇષેક ચૌહાણ નામના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ કેસને લઈને વિપક્ષી પાર્ટીઓ એસપી અને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આરોપીઓના ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. જો કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આરોપીઓને બચાવનારાઓની તપાસની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વિટર પર આરોપીનો ફોટો શેર કરતાં કહ્યું કે, આ ભાજપના દિગ્ગજ નેતાઓની છત્રછાયામાં ખુલ્લેઆમ ઉછરેલા અને રખડતા ભાજપાઈઓની નવી ફસલ. જેમની કહેવાતી પ્રામાણિક સરકારની બનાવટી તપાસ ચાલુ છે.

વિપક્ષ દ્વારા હુમલા બાદ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ભાજપે ત્રણેય આરોપીઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. જો કે ભાજપે આ ત્રણેય કઇ વિંગ અને કયા પદ પર હતા તેની કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે તેટલી સ્પષ્ટતા જરૂર કરી છે કે, ત્રણેયને હાંકી કાઢવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને એરેસ્ટ કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં કોર્ટે તેને ૧૪દિવસની ન્યાયીક હિરાસકમાં મોકલી દીધા હતા.

પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં કાશી હિન્દુ યુનિવર્સિટીની IIT વિદ્યાર્થીની સાથે કથિત સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓની ઓળખ બ્રિજ એન્ક્લેવના રહેવાસી કુણાલ પાંડે, જીવાધિપુર બાજરડીહાના રહેવાસી આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ તરીકે થઈ છે. આ ઘટનામાં વપરાયેલી મોટરસાઇકલ પણ મળી આવી છે.

વારાણસી ભાજપ જિલ્લા અધ્યક્ષ હંસરાજ વિશ્વકર્માએ જણાવ્યું કે, નિશ્ચિત રીતે નામ આવ્યું છે, જો તપાસ કરીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. છેડો ફાડવાના સવાલ અંગે જિલ્લાધ્યક્ષે કહ્યું કે, છેડો ફાડવાની કોઇ વાત જ નથી. ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરી કે આરોપીઓને પાર્ટીમાથી હાંકી કાઢવામાં આવ્યા છે. બાકી પાર્ટીના નિર્દેશના અનુસાર કાર્યવાહી થશે. IITની એક વિદ્યાર્થીનીએ ૨ નવેમ્બરના રોજ લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે તે ૧ નવેમ્બરની મોડી રાત્રે તેની આઈઆઈટી હોસ્ટેલથી નીકળી હતી અને થોડે આગળ જતાં તેને એક મિત્ર મળ્યો. બંને કર્મન બાબા મંદિર પહોંચ્યા ત્યારે એક મોટરસાઇકલ પર સવાર ત્રણ લોકોએ તેમને રોક્યા.

આ પણ વાંચો :-