ભારતીય રિઝર્વ બેંકને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ દેખાયો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ કેસમાં માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલીવાર નથી જ્યારે RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. ગયા મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમ કેર નંબર પર ફોન કરીને RBIને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે પોતાને લશ્કર-એ-તૈયબાના CEO તરીકે ઓળખાવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી ધમકીઓ મળી છે. ક્યારેક એરપોર્ટને તો ક્યારેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા કોલ મળી રહ્યા છે. તપાસ દરમિયાન આમાંથી મોટાભાગના કોલ નકલી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો :-