Sunday, Sep 14, 2025

દિલ્હી એરપોર્ટને પરમાણુ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બે મુસાફરોની ધરપકડ

2 Min Read

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ને પરમાણુ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસે આજે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે ૫ એપ્રિલે દિલ્હીના IGI એરપોર્ટ પર પ્લેનમાં ચઢતા પહેલા મુસાફરોની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બે મુસાફરોએ સુરક્ષા કર્મચારીઓને એરપોર્ટને પરમાણુ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

File:Indira Gandhi International Airport, New Delhi.jpg - Wikipediaદિલ્હી પોલીસે જણાવ્યું હતું કે એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કલમ ૧૮૨/૫૦૫(૧)બી હેઠળ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. અગાઉ ડિસેમ્બર ૨૦૨૩ માં ફોન કોલ દ્વારા IGI એરપોર્ટ અને પહાડગંજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફોન કોલ દિલ્હી પોલીસને મળ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હી એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે અને તે વિશ્વના ઘણા મોટા શહેરોને રાજધાની સાથે જોડે છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બની ધમકી મળી હોય. અગાઉ પણ આવી ધમકીઓ આપવામાં આવી છે. આમાં તાજેતરની ઘટના ફેબ્રુઆરીની છે, જ્યારે કોલકાતા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની માહિતી મળી હતી. ૨૭ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે એરપોર્ટ પર કોલ મળ્યો કે કોલકાતા જતી ફ્લાઈટમાં બૉમ્બ મુકવામાં આવ્યો છે. આ પછી અધિકારીઓએ ઉતાવળમાં એરપોર્ટ સહિત પ્લેનની તપાસ કરી, પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું.

આ પણ વાંચો :-

Share This Article