Thursday, Oct 23, 2025

પટના એરપોર્ટ અને ચિરાગ પાસવાનને ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ થઈ એલર્ટ

2 Min Read

બિહારની રાજધાની પટનામાં આવેલા જય પ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યાં બાદ સુરક્ષા એજન્સીઓએ હરકતમાં આવી ગઈ છે. એરપોર્ટ ડિરેક્ટરને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે એલર્ટ થઈ અને તપાસ શરૂ કરી દીધી છે.

ચોંકાવનારી વાત એ છે કે, એરપોર્ટ સાથે સાથે કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બન્ને ઘટનાને સંરક્ષા એજન્સીએ ગંભીરતાથી લીધી છે અને બોમ્બ સ્કવોર્ડ સાથે તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર એરપોર્ટ પરિસરનમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એકમો સાથે રાખીને તપાસ શરૂ કરી દીધી છે. એરપોર્ટ પર મુસાફરોની તપાસ પ્રક્રિયા પણ કડક બનાવવામાં આવી છે. આ પહેલા પણ પટના એરપોર્ટને અનેક વખત બોમ્બથી ઉડાવવાની ધમકી આવેલી છે. આજે આવેલી ધમકીમાં કોણે અને ક્યાંથી મેઈલ કર્યો તેની સાયબર એક્સપર્ટની ટીમ તપાસ કરી રહી છે.

એરપોર્ટ સાથે કેન્દ્રીય પ્રધાન અને લોક જનસત્તા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને પણ આવી ધમકી મળી છે. ‘ટાઇગર મિરાજ ઇદ્રીસી’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 20 જુલાઈ સુધીમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. લોક જનસત્તા પાર્ટીના રાજ્યના મુખ્ય પ્રવક્તા રાજેશ ભટ્ટ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં કડક તપાસ કરવાના પણ આદેશ કરવામાં આવ્યાં છે. ભારતમાં છાશવારે એક જગ્યાને આવી બોમ્બની ધમકીઓ મળી રહી છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. આ પહેલા પણ અનેક વખત આવી ધમકીના મેઈલ આવતા હોય છે.

Share This Article