Thursday, Oct 23, 2025

રાજકોટમાં 10 નામાંકિત હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

1 Min Read

દિવાળીના તહેવાર ટાણે રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. શહેરની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિતની અનેક હોટેલને એક સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યો છે. જેને પગલે રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે.

મળતી માહિતી મુજબ, કેન દિન નામના સેન્‍ડરે ઇ-મેઇલ કરીને દસ હોટેલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સેન્‍ડરે ધ ઇમ્‍પિરીયલ પેલેસ હોટેલ, સસયાજી હોટેલ, સીઝનસ હોટેલ, બીકોન હોટેલ્‍સ, હોટેલ ભાભા, હોટેલ પેરેમાઉન્‍ટ, હોટેલ જ્‍યોતી, ધ એલીમેન્‍ટ બીઝ અને ધ ગ્રાન્‍ડ રીજેન્‍સીને ઇ-મેઇલ કરીને ધમકી આપી છે. આ મેઇલ આજની તારીખે ૧૨-૪૫ કલાકે થયો હોવાનું જાણવા મળ્યું છે.

હોટેલોને આ પ્રકારની ધમકી ઇ-મેઇલથી મળતાં સંચાલકો, મેનેજરોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પીસીબી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, જે તે પોલીસ સ્‍ટેશનની ટીમોએ જેને ધમકી મળી તે હોટેલ ખાતે પહોંચી ખુણેખુણા ચેક કરવાનું શરૂ કર્યુ હતું.

આ પણ વાંચો :-

Share This Article