વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેઇલ થકી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. એરપોર્ટના ઇમેઇલ પર ધમકી આપનાર શખ્સ ને શોધી કાઢવા પોલીસે કવાયત શરૂ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. સી આઈ એસ એફ ના ઇમેઇલ પર મળેલા મેઈલથી તંત્ર એલર્ટ પર છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત રોજ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઇએસએફના ઇ-મેઇલ એડ્રેસ પર એક શખસ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ કરીને મેલ મોકલતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા General Shiva General shiva 76rediffmail.com મેલ કર્યો હતો.
જેમાં અંગ્રેજીમાં એક મેસેજ લખેલો હતો કે, I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti. જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી.
આ પહેલા પણ રાજસ્થાનમાં ઘણી વખત આવા ધમકીભર્યા મેઈલ અને પત્રો મળ્યા છે. અગાઉ જયપુરની શાળાઓ અને હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બે મહિના પહેલા પણ જયપુરના મોલ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
આ પણ વાંચો :-