Tuesday, Dec 9, 2025

કેરળના આ સાંસદ ગઈકાલે શપથ લીધા અને આજે રાજીનામું? જાણો કારણ

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કેરળમાં પ્રથમ વખત ભાજપના નેતાનો વિજય થયો છે. કેરળના ત્રિશૂરથી લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા અને અભિનેતા સુરેશ ગોપીએ ઐતિહાસિક જીત મેળવી છે. ગઈકાલે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુરેશ ગોપીએ પણ મંત્રી પદના શપથ લીધા છે. ત્યારે હવે તેમને મંત્રી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સુરેશ ગોપી કેરળથી ભાજપના પ્રથમ કેન્દ્રીય રાજ્યમંત્રી, કાલે શપથ લીધા, હવે કહ્યું – ‘મને કેબિનેટમાં સ્થાન નથી જોઈતું’

શપથ ગ્રહણ સમારોહ પછી ગોપીએ દિલ્હીમાં મલયાલમ ટીવી ચેનલોને કહ્યું, “હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. મારું વલણ હતું કે, મારે તે (કેબિનેટ બર્થ) જોઈતું નથી. મેં (પાર્ટીને) કહ્યું હતું કે, મને તેમાં (કેબિનેટ બર્થ)માં રસ નથી. મને લાગે છે કે, હું ઝડપી પદ મુક્ત થઈશ અને રાહત પામીશ.

સુરેશ ગોપીએ કહ્યું, મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી, મેં કહ્યું કે, મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે, મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. થ્રિસુરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે. મહત્વનું છે કે, જે થ્રિસુર બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગઈ હતી. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ ૨૦૧૬માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ ૨૦૨૨ સુધીનો હતો.

સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે. તેમનો જન્મ ૧૯૫૮માં થયો હતો. તેણે કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું. હાલ તેઓ અભિનેતા છે. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. તેમને ૧૯૯૮માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સિવાય તે લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article