હાલમાં ગુજરાત બોર્ડની અત્યારે પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ૩૧ માર્ચના રોજ GUJCET લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. સ્કૂલો આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપી શકશે.
૩૧ માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાવવાની છે. ધોરણ ૧૨ સાયન્સ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓએ ગુજેક્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા માટે હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
ગુજકેટ-2024ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ(પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૪ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી (Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ સર્ચ કરી, જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશો.
આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજયની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન થઇ પોતાની શાળાના ગુજકેટ-૨૦૨૪ માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે. આ હોલટીકીટ પર શાળાના આચાર્યઓના સહી સિક્કા કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.
આ પણ વાંચો :-