Sunday, Sep 14, 2025

માંગરોળ ગેંગરેપનો ત્રીજો આરોપી પકડાયો, સુરત છોડીને ભાગવાની ફિરાકમાં હતો

2 Min Read

સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક બળાત્કારના ચકચારી કેસમાં વધુ એક ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપીનું ગુરૂવારે (10મી ઓક્ટોબર) ના રોજ સુરતની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજા ફરાર હતો જેની અમદાવાદ રેલવે પોલીસે ધરપકડ કરી છે.

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુષ્કર્મ કેસના વધુ એક આરોપીની સાબરમતી રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી લીધી છે. અગાઉ દુષ્કર્મ કેસના બે આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી શિવ શંકરનું મોત થયું છે. જ્યારે ત્રીજો આરોપી પોલીસ પકડથી દૂર હતો. જોકે હવે હવે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદ રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશનેથી રામ સજીવનની ધરપકડ લીધી છે. તે ગુજરાત છોડીને ભાગી જવાની ફીરાકમાં હતો. મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળી હતી. તેના આધારે રેલવે એલ.સી.બી. અમદાવાદે જાણ કરતાં રેલવે એલ.સી.બી. પી. આઇ. હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી ખાતેથી ટ્રેનમાંથી દબોચી લીધો હતો. પોલીસે તેને સુરત ખાતે લાવવાની તજવીજ શરૂ કરી દીધી છે.

8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારું જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. જ્યાં આ ત્રણેય નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા.

આ પણ વાંચો :-

Share This Article