Friday, Oct 24, 2025

કીમમાં યુનિયન બેંકના લોકર રૂમની દીવાલ તોડી ચોરોએ લાખો રૂપિયા અને દાગીના ઉઠાવ્યા

2 Min Read

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે આવેલા યુનિયન બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ દિવાલમાં બાકોરું પાડીને ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. કીમના યુનિયન બેન્કમાં ચોરીમાં ₹9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થયાનો ખુલાસો,  રોકડ અને દાગીના સહિત ₹40.35 લાખની મત્તાની ચોરી, તસ્કરોએ બેંકની દિવાલમાં બાકોરું પાડી 6 લોકર તોડ્યા હતા. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ મામલે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. વહેલી સવારે બેંકમાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવી હતી. સવારે ચોરી અંગેની જાણ બેંકમાં થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે વહેલી સવારે કીમ ચોકડી પાસે કોસંબા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડીયામાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને ૬ જેટલા લોકરમાંથી ચોરી થઇ હોવાનું જણાય છે. એ લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ડોગ સ્કવોર્ડ અને એફએલએલની ટીમે ઘટના સ્થળે વિઝીટ કરી છે, જિલ્લાની પોલીસની એસઓજી, એલસીબી, ડીવાયએસપી કામરેજ, કોસંબા,કીમની અલગ અલગ 7 જેટલી ટીમો તપાસમાં જોડાઈ છે અને ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવાની કામગીરી કરાઈ રહી છે. હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બેંક દ્વારા કોઈ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી ના હતી, આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article