લક્ષ્મી માતાની અસીમ કૃપાથી આ રાશિના જાતકો પર થશે અઢળક ધનવર્ષા

Share this story

Gujarat Guardian 3 June RashiFal :

મેષ :
માનસિક શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રો સફળતા મળતા આવક વધતી જણાય. વાહન સુખમાં વધારો. પરિવારના સભ્યો સાથે સ્નેહ જળવાય. ભાગ્યનો સાથ મળે છે.

વૃષભ:
સ્વભાવમાં જીદ્દી પણું વર્તાય. નાના ભાઈ બહેનોની સફળતાના સાક્ષી બની શકો. કાર્યક્ષેત્રે સાનુકુળતા નવા કાર્યોની શરૂઆત થતી જણાય. ટ્રાવેલીંગના ધંધાર્થીને વિશેષ લાભ.

મિથુન:
આનંદ ઉત્સાહમાં વધારો થાય. જીવન સાથી સાથે આનંદની અનુભૂતિ થાય. નવા કપડા, નવી વસ્તુ વસાવી શકો. આવકનું પ્રમાણ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કર્ક:
દિવસની શરૂઆત માનસિક અજંપાથી થતી જણાય. ખર્ચમાં વધારો અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતાં માનસિક શાંતિ, આવક જળવાય. દામ્પત્ય ક્ષેત્રે મધુરતા અનુભવાય.

સિંહ:
બપોર સુધી આનંદ ઉત્સાહ જળવાય. આર્થિક મોરચે સંતોષ. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકાય. વિદ્યાર્થીઓને સફળતા. બપોર બાદ સાવચેતી જરૂરી.

કન્યા:
નોકરીયાતને શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. જુના મિત્રોનું મિલન, મુલાકાત થાય.

તુલા:
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે સફળતા મળતી જણાય. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. પરિવારમાં આનંદ, નોકરી, ધંધા ક્ષેત્રે સફળતા મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને.

વૃશ્ચિક:
બપોર સુધી ઉદાસીનતા અનુભવાય. શરદી, ખાંસીનો અનુભવ થાય. આરોગ્ય સાચવવું. પાણીથી દૂર રહેવું. બપોર બાદ મોડેથી પરિસ્થિતિ થાળે પ઼ડતી જણાય. ભાગ્યનો સાથ મળે. આવક જળવાય.

ધન:
માન અન્માનમાં વધારો થાય. સ્ત્રી વર્ગથી ફાયદો ધંધાકીય ક્ષેત્રે સફળતા. નોકરીયાતને આનંદ નવા વાહનની ખરીદી શકય બને. મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવે. નાણાંકીય બાબતોમાં સફળતા.

મકર:
બીજાને મદદ કરવાની વૃત્તિ પ્રબળ બને. નવું શીખવાના યોગ બને છે. ભાગ્ય મજબૂત. બપોર સુધી આરોગ્ય સાચવવું. પરિવારના સ્ત્રી વર્ગને વિશેષ સાવધાની જરૂરી. બપોર બાદ આનંદમાં વધારો.

કુંભ:
આવકનું પ્રમામ જળવાય છતાં ખોટા ખર્ચા ટાળવા. વિદેશ સંબંધી બાબતોથી લાભ, સંતાનો સાથે આનંદ મનમેળ વધે. વિદ્યાર્થી વર્ગને સફળતા. બપોર બાદ આરોગ્ય કથળતું જણાય.

મીન:
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહ બરકરાર રહે. આવક જળવાય. પરિવારમાં મનમેળ રહે. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. યશ, પ્રતિષ્ઠા વધે. આરોગ્ય જળવાય.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Gujarat Guardian 3 June RashiFal :