વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં વધારાના ASI સર્વે માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી હિન્દુ પક્ષ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આ આદેશથી હિન્દુ પક્ષને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનવાપીના બાકીના ભાગોનો નવેસરથી ASI સર્વે કરવામાં આવશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુ પક્ષ વારાણસી કોર્ટના આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારશે. તમને જણાવી દઈએ કે, હિન્દુ પક્ષે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ASI ને જ્ઞાનવાપી સંકુલના કેટલાક ભાગોનો સર્વે કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.
અરજદારોના વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું હતું કે અમારી માગણીને ફગાવતા કોર્ટના આદેશનો અમે અભ્યાસ કરીશું બાદમાં તેને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પડકારવા અંગે વિચારીશું. અરજદારોની માગણી કરી હતી કે કોર્ટ એએસઆઇના ડાયરેક્ટર જનરલને સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા આદેશ આપે. જેમાં જીપીઆર, જીયો રેડિયોલોજી સિસ્ટમ વગેરે આધુનિક પદ્ધતીનો ઉપયોગ કરીને સરવે કરાવવામાં આવે. હાલમાં જે ઇમારત છે તેને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડયા વગર આ સરવે કરાવવામાં આવે.
અરજદારના વકીલ રસ્તોગીનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ પ્લોટ નંબર ૯૧૩૦ પર છે જેની બાજુમાં જ પ્લોટ નંબર ૯૧૩૧ અને ૯૧૩૨ આવેલા છે જે ભગવાન આદિ વિશ્વેશ્વર સાથે સંકળાયેલા છે. જોકે જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરનારી અંજુમન ઇન્તેઝામીઆ મસ્જિદ કમિટીએ હિન્દુઓની આ માગણીનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો :-