દેશની રાજધાની નવી દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસ સોમવારે અધવચ્ચે રસ્તામાં બંધ થઈ ગઈ. આ ટ્રેન સવારે ઉત્તર પ્રદેશના ઈટાવા નજીક ટેકનિકલ ખામીના કારણે ઊભી રહી ગઈ. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
ભરથના સ્ટેશનથી 09.01 વાગ્યાની આસપાસ ગાડીમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ગાડી ભરથના-સામ્હોની વચ્ચે કિમી નંબર 1135/14 09.02 વાગ્યે અટકી ગઈ. ગાડીમાં ટેકનિકલ ખામીને સુધારવાના અનેક પ્રયાસ કર્યા. આ દરમ્યાન સરાય ભૂપત સ્ટેશનથી એક રાહત એન્જીન સાઈટ પર મોકલવામાં આવ્યું. રાહત એન્જીન સાઈડ પર 10.24 વાગ્યે પહોંચ્યું અને એન્જીન દ્વારા ગાડીને ખેંચીને ભરથના સ્ટેશન પર લઈ ગયા હતા.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ વિભાગના જનસંપર્ક અધિકારી અમિત સિંહે પીટીઆઈને જણાવ્યું કે સોમવારે સવારે નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22436ના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેમણે જણાવ્યું કે ભરથાના અને સમહો વચ્ચે ટેકનિકલ ખામીના કારણે આ ટ્રેન બંધ થઈ ગઈ. આ પછી 10:24 વાગ્યે એક રાહત એન્જિન ત્યાં પહોંચ્યું અને ટ્રેનને ભરથાના સ્ટેશન પર લાવવામાં આવી.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ વિભાગના જનસંપર્ક અધિકારી અમિત સિંહે જણાવ્યું કે, ટ્રેન ભરથાના સ્ટેશને પહોંચ્યા બાદ ટ્રેનના મુસાફરોને અલગ-અલગ ટ્રેનો મારફતે કાનપુર મોકલવામાં આવ્યા હતા. સિંહે જણાવ્યું હતું કે કાનપુરથી વારાણસી જવા માટે બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યા સુધી સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ટ્રેન વંદે ભારતના મુસાફરોને લઈને વારાણસી માટે રવાના થઈ હતી. આ સમયગાળા દરમિયાન, રેલવેએ મુસાફરોની ખાણી-પીણી સંબંધિત તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પૂરતી વ્યવસ્થા કરી હતી. જૂના એન્જીન દ્વારા વંદે ભારત તરફ ખેંચવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રેલવે મંત્રાલયની પણ ઘણી ટીકા થઈ રહી છે. હાલમાં આ મામલે મંત્રાલય દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી.
આ પણ વાંચો :-