અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કરોડોના ઇનામની જાહેરાત કરી છે. ટ્રમ્પ સરકારે જણાવ્યુ છે કે, માદુરોના ધરપકડની માહિતી આપનારને હવે 50 મિલિયન ડૉલર એટલે કે 438 કરોડ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો દુનિયાના સૌથી મોટા નશા-તસ્કરોમાંના એક છે.
438 કરોડનું ઇનામ જાહેર
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર પ્રથમ વખત વર્ષ 2020માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન આરોપો લગાવવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મૈનહટ્ટનની સંધીય કાર્ટમાં નાર્કો-ટેરરિઝમ અને કોકીન આયાતના ષડયંત્રના આરોપો લાગ્યા હતા. તે સમયે માદુરો પર 15 મિલિયન ડૉલરનું ઇનામ લગાવવામાં આવ્યુ હતુ. બાદમાં બિડેન સરકારે તેમાં વધારો કર્યો હતો. અને 25 મિલિયન ડૉલરની જાહેરાત કરી હતી. આ રકમ એ જ છે આતંકી લાદેન વખતે રાખવામાં આવી હતી. પરંતુ ટ્ર્મ્પ સરકારે તેમાં વધારો કરીને 438 કરોડનું ઇનામ જાહેર કર્યુ છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર આટલા ગંભીર આરોપો અને કરોડોનું ઇનામ હોવા છતાં તેઓ સત્તા પર કાયમ છે. અમેરિકા, યૂરોપીય સંઘ અને લેટિન અમેરિકા દેશોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીતને દગાબાજી ગણાવી છે.
વેનેઝુએલાના વિદેશ મંત્રીનું નિવેદન
વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે આ કરોડોના ઇનામને ‘દયનીય’ સ્થિતિ ગણાવી છે. તેઓએ નિવેદન આપ્યુ છે કે, આ પ્રકારની જાહેરાત ‘સસ્તી રાજનૈતિક પ્રચાર’નું માધ્યમ છે. ઇવાન ગિલે વધુમાં કહ્યુ હતુ કે, આ આરોપો એવા વ્યક્તિ લગાવી રહ્યા છે જેઓએ ‘એપ્સ્ટીનની સીક્રેટ લિસ્ટ’ના ખોટા વચનો આપ્યા હતા. અને રાજનૈતિક અહેસાનો માટે કોભાંડમાં ડૂબેલા રહે છે. આરોપો લગાવનાર વ્યક્તિ માત્ર પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યો છે.