સલમાન ખાનની ફિલ્મ સિકંદરનું ટીઝર આજે શુક્રવારે ભાઈજાનના બર્થ ડે પર રિલીઝ થવાનું હતું. ફેન્સ તેમના ટીઝરને લઈને ઘણા ઉત્સુક હતા. પરંતુ હવે તેની રિલીઝ કેન્સલ કરી દેવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સિંકદર ફિલ્મ પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રેડસન એન્ટરટેનમેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીના નિધનથી અમે ઘણા દુખી છીએ અને અમે ખૂબ દુ:ખ સાથે જણાવી રહ્યા છીએ કે સિકંદરનું ટીઝર રિલીઝ મોકૂફ રાખવામાં આવ્યું છે.
દર વર્ષે ઈદ પર સલમાન ખાન પોતાની ફિલ્મોથી થિયેટરોમાં ધૂમ મચાવી નાખે છે. જો કે વર્ષ 2024માં તેમની એક પણ ફિલ્મ રીલીઝ થઈ ન હતી. પરંતુ હવે ‘સિકંદર’ની જાહેરાત અને ટીઝર રીલીઝના સમાચારે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. ‘સિકંદર’ 2025ની ઈદ પર રીલીઝ કરવાની યોજના છે. સલમાન ખાને આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મની જાહેરાત કરી હતી અને ત્યારથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
સલમાન ખાને તેમની ફિલ્મ ‘સિકંદર’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ ફોર્મલ સૂટ પહેરીને હાથમાં ભાલો પકડેલ જોવા મળે છે. તેમનો રફ અને પાવરફુલ લુકથી ચાહકો ઉત્તેજિત છે. સલમાને પોસ્ટર સાથે લખ્યું, ‘કાલે સવારે 11.07 વાગ્યે ફરી મળીશું. આવતીકાલે સિકંદરનું ટીઝર આવી રહ્યું છે.’ આ પોસ્ટ પર ચાહકોનું રિએકશન આવ્યું છે. સલમાનની પોસ્ટ પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, ‘આ ગયા સબકા બાપ!’ બીજાએ કમેન્ટ કરી, ‘ઓહ માય ગૉડ, શું લૂક છે સલમાન ખાન!’ ઘણા ચાહકોએ તેમને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપી છે.
આ પણ વાંચો :-