વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો.

વ્યાજખોરોનો ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે તેવામાં વ્યાજના ખપરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે .જે તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે.જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજ વસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગારીયા છે ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી.
અશોકભાઈએ કહ્યુ કે, હું સરથાણા વિસ્તારમાં હેર સલૂન ચલાવુ છું. 8 મહિના પહેલાં તમામ જીવન મૂડી ભેગી કરી એક દુકાન લીધી હતી. જોકે તે દુકાનનો ભાડૂઆત 3 મહિનાના વાયદા બાદ પણ દુકાન ખાલી કરતો ન હતો. આ સાથે ધમકીઓ પણ આપતો હતો. જીવનની મૂડી બધી આમાં જ લગાવી લીધી હતી. જેથી છેલ્લા બે મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું. પોલીસે ત્રણ જ દિવસમાં મારી દુકાન અપાવી છે. એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે.
દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો :-