રાજ્ય સરકાર આજે શિક્ષકોની ભરતીને લઈને કરશે જાહેરાત

Share this story

રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોત સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજ્ય સરકાર કુલ ૨૪૭૦૦ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત આઈ ગયો છે.

Gujarat Government seek for 7,500 teachers for permanent recruitmentલાંબા સમયથી રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતી અટકી પડી હતી, જેને લઈને ગાંધીનગરમાં ઉમેદવારોએ ઘેરાવો કર્યો હતો અને ત્યારબાદ ગયા અઠવાડિયે જ TAT અને TET ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક ૭૫૦૦ શિક્ષકોને લઈ મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. ટેટ ૧ અને ૨ માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. સાથે જ મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારની તાકીદ છે. પહેલા હાયર સેકન્ડરી ના ૭,૫૦૦ શિક્ષકોની આવશે જાહેરાત ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષક ની બે કેટેગરીમાં આવશે ભરતી. ઓક્ટોબર સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરવા આદેશ અપાયો છે.

તાજેતરમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ ૯ અને ઘોરણ ૧૦ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં ૩,૦૦૦ એમ કુલ ૩૫૦૦ TAT-૧ પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ ૧૧ અને ઘોરણ ૧૨ માં સરકારી શાળામાં ૭૫૦ અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં ૩૨૫૦ એમ મળીને TAT-૨ ના કુલ ૪૦૦૦ જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. તાજેતરમાં ૧૫૦૦ જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧૮,૩૮૨ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-