નાણાપ્રધાન નિર્મલા સીતારામને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને ઇન્કમ ટેક્સની પ્રક્રિયા સરળ બનાવી છે. તેમણે કહ્યું હતું કે બે તૃતીયાંશ લોકોએ નવી કરવ્યવસ્થા પસંદ કરી છે. નાણાપ્રધાને મધ્યમ વર્ગ માટે નવી કરવ્યવસ્થામાં ફેરફારની ઘોષણા કરી છે. નાણાપ્રધાને સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવાનો પ્રસ્તાવ કર્યો છે.
આવકવેરા કાયદાની જોગવાઈઓ હેઠળ – 87A હેઠળ કરમાં છૂટ આપવા માટે વપરાય છે. 2024-25ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ટેક્સ સ્લેબમાં 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5%ના દરે ટેક્સ લગાવવામાં આવ્યો છે. નાણાપ્રધાનના ભાષણમાં હજુ એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે સરકાર ટેક્સ રિબેટ આપવાનું ચાલુ રાખશે કે નહીં.
નવી ટેક્સ વ્યવસ્થામાં કેટલી આવક થશે તેના પર શું લાગશે ટેક્સ?
- 3 લાખ સુધી: શૂન્ય ટેક્સ
- રૂ. 3.1 લાખથી રૂ. 7 લાખઃ 5 ટકા
- રૂ. 7.1 લાખથી રૂ. 10 લાખઃ 10 ટકા
- રૂ. 10.1 લાખથી રૂ. 12 લાખઃ 15 ટકા
- રૂ. 12.1 લાખથી રૂ. 15 લાખ: 20 ફી
જો સરકાર ટેક્સ રિબેટ આપતી રહેશે તો સામાન્ય માણસની 7.75 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી થઈ જશે. પરંતુ જો સરકાર આવકવેરાના સ્લેબમાં ફેરફાર લાગુ કરે છે અને ટેક્સ રિબેટ રદ કરે છે, તો તેની માત્ર 3.75 લાખ રૂપિયાની આવક જ કરમુક્ત રહેશે. જ્યારે 3 થી 7 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ મુજબ 3.25 લાખ રૂપિયા એટલે કે 16,250 રૂપિયાની આવક પર 5 ટકા ટેક્સ લાગશે.
આ સિવાય સરકારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીને ઘટાડીને છ ટકા અને પ્લેટિનિયમ પર 6.5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે આગામી છ મહિનામાં કસ્ટમ ડ્યુટીના માળખાની બારીકીથી સમીક્ષા કરવામાં આવશે. આ સાથે હવેથી TDS ભરવામાં વિલંબ થાય તો તે ગુનો ગણાશે નહીં. એ સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-