HomeSurat City'રોડ ટુ UX INDIA24' ની પ્રી-કોન્ફરન્સ મીટ સુરતમાં યોજાઈ

‘રોડ ટુ UX INDIA24’ ની પ્રી-કોન્ફરન્સ મીટ સુરતમાં યોજાઈ

Date:

Related stories

માતાના અંતિમ સંસ્કાર માટે AI ની મદદ લેવી શખ્સને ભારે પડી, જાણો શું છે આખો મામલો!

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ...

UPI પર ચાર્જની આહટથી સુરતના કાપડ વેપારીઓએ કેશ અને ચેક તરફ વળવાની ચેતવણી આપી!

ડિજિટલ પેમેન્ટે વેપારની ગતિ અનેકગણી વધારી દીધી છે, પરંતુ...

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 ટિકિટ માટે પસંદગી પ્રક્રિયા શરૂ; આ 3 નિરીક્ષકો સાંભળશે વાત

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટેનો સમયપત્રક જાહેર થતાં જ હવે...
spot_img

સુરત શહેરના પુણા-કેનાલ રોડ સ્થિત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તેની યોગી ચોક બ્રાન્ચ ખાતે ‘રોડ ટુ UX INDIA 24’ માટે ની પ્રી-કોન્ફરન્સ મીટ યોજાઈ હતી. અહીં ઇન્ડસ્ટ્રીના વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી સત્રમાં યુવાઓએ રસ બતાવ્યો હતો. આ પ્રી-કૉન્ફરન્સ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારા સમયમાં બેંગ્લોર ખાતે યોજાનાર UX INDIA24 કૉન્ફરન્સ માટે યુવા કમ્યુનિટીમાં ઉત્સાહ અને આતુરતા વધારવાનો છે.


આ મીટ અપમાં યુએક્સ કમ્યુનિટીના નિષ્ણાતો સર્વશ્રી રનસુભે (હ્યુમન એક્સપિરિયન્સ ડિઝાઇન લીડરશીપ), પ્રિયા વર્મા (સિનિયર યુએક્સ ડિઝાઈનર,એફવાયએનએક્સટી) અને રિષભ બોહરા (એસોસિયેટ યુએક્સ લીડ, લોલીપોપ ડિઝાઇન સ્ટુડિયો), રોહન શ્રીધર (કો-ફાઉન્ડર, ડિઝાઇન સ્ટુડિયો) દ્વારા ઇન્ડસ્ટ્રીના અપડેશન, ઇનોવેશન જેવા વિવિધ વિષયો પર ચર્ચા સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે આ મીટ અપ્સમાં જોડાઈને, ડિઝાઇનિંગના આકાંક્ષી અને અનુભવી ડિઝાઇનર્સને એક મંચ મળે છે, જ્યાં તે ઓ પોતાનાં વિચારો અને અનુભવ શેર કરી શકશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કમ્યુનિટી લીડર્સ, યુવા વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories